કાનૂની ચેતવણી

કાનુની ચેતવણી :
ખાસ નોંધ લેવા વિનંતી કે આ બ્લોગમાં મુકેલા ફોટા ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલા છે. જેની કાનુની માલિકી તથા કોપી રાઇટ્સ વગેરે સંપૂર્ણપણે જે તે માલિકના જ છે. મારા નથી. જો કોઇને ક્યાંય પણ કાનૂની રીતે કોઈ પણ પ્રકારે ભંગ થતો લાગે અથવા કોપી રાઇટ્સ કે માલિકી હક અંગે ફરિયાદ હોય અથવા કોઈ પણ કારણે જો કોઈ પણ ફોટો દૂર કરવો હોય તો તાત્કાલિક મને જાણ કરવા વિનંતી. પરેશ જોષી.

રચના


  1. કાનૂની ચેતવણી
  2. રચના
  3. સુસ્વાગતમ
  4. તમે કોણ છો ?
  5. હું કોણ છું ?
  6. પ્રતિભાવ...
  7. હું જીવનના સંગીતને...
  8. ઓહો ! તને એમ કે તું સદગુરુ...
  9. મારાં જીવંત સદગુરુ પરમાત્મા નથી જ...
  10. પુષ્પનાં સૌંદર્યમાં એક પાંદડીનો ફાળો કેટલો...
  11. એ તો સ્ત્રી શક્તિની આરાધનાં જ હતી...
  12. ભવિષ્ય શું હશે તે તો મારી બલા જાણે...
  13. તેમને જોયા ત્યારે નજર ઠરી...
  14. તેમણે અંજલિમાનાં કેટલાક પુષ્પો ધરાવ્યાં..
  15. તારી પ્રાપ્તિની શરત જોડાયેલી છે..
  16. મને તો બધું જ મંજૂર છે...
  17. આ કેવી વિડંબણા છે ઓ પ્રિયતમ !
  18. મુહોબ્બતની કેવી અનોખી આ રીત છે...
  19. તારું અનુપમ સૌંદર્ય જ...
  20. લાગે ઠોકરને તુજ યાદ આવી જાય...
  21. લે ! આ ફરી ઘાયલ થયા અમે...
  22. તું તો હતો જ કરુણાનો સાગર..
  23. મારો પ્રેમ પ્રગાઢ કેટલો...
  24. મારે કોઈને કશી સાબિતી...
  25. મને તારું મૌન ગમે છે...
  26. તું ક્યાં છો...
  27. હું યોગી નથી કે તારી અનુભૂતિ કરું...
  28. તું જુદો ને હું જુદો એ તો...
  29. તારી ને મારી વચ્ચે અંતર...
  30. કોને શોધું ઓ પ્રિયતમ !
  31. તું અમારી અંદર ઢબુરાઈ ને બેઠો છે...
  32. મારું સમગ્ર અસ્તિત્વ જ જ્યારે તારામાં...
  33. પ્રેમની પરાકાષ્ટા કઇ...
  34. તને કેટલો પ્રેમ કરું છું...
  35. મેં પાણી માંગ્યુ ને તેં અમૃત હાજર કર્યું...
  36. હું ક્યાં મારો ભૂતકાળ પાછો માંગું છું...
  37. ક્યારેક કોઇક પળ એવી જાય...
  38. નામ તારું સાંભળુ ને લાગી જાય સમાધિ...
  39. તારું સાનિધ્ય ને એક ઊંડો શ્વાંસ...
  40. મારે હવે કંઈ જ જોઈતું નથી...
  41. મારે તારી સીવાય...
  42. આવી જ હશે તાસીર પ્રણયની કોને ખબર.
  43. કબુલ આ દિવાનિયત કંઈક વધુ હશે...
  44. મુગ્ધાવસ્થા એટલે શું ?
  45. આ પ્રગાઢ સાનિધ્ય..
  46. આમ બંધ થઈ જતાં નયન..
  47. અસ્તિત્વ તો બહાનું છે..
  48. તારું હોવાપણું જ મારું અસ્તિત્વ છે.
  49. પ્રણયનું આ પરિણામ કેવું...
  50. ઈન્તજાર પ્રણયમાં પ્રિયતમ !
  51. તું યાદ આવે ને ધડ ધડ અશ્રુઓ..
  52. એ વહી નીકળતાં આમ જ...
  53. તારાં સાનિધ્યનીં એક ક્ષણ...
  54. તારી સન્મુખ આવ્યો ને આંખમાંથી...
  55. એટલો તો હક્ક છે પ્રિયતમ મારો...
  56. શી મજાલ છે ઓ પ્રિયતમ...
  57. ઢાંકપીછોડો શું કરીએ પ્રણયનો પ્રિયતમ !
  58. તેની કાજે હૈયું ઝરી જાય મારું...
  59. ઓ પ્રિયતમ ! તારા પ્રેમમાં ગળાડૂબ છીએ...
  60. ઓ હવા ! મારા પ્રિયતમના પ્રગાઢ...
  61. એમ ઝૂરી ઝૂરી ને કંઈ થાય નહીં પ્રણય !
  62. પ્રત્યક્ષ પ્રમાણને પુરાવાની..
  63. તારા પર જ્યાં ચિત્ત જ જાય..
  64. એની યાદ પછી દિલને..
  65. કોઈ ફરક્યું.. કોઈ ટહુક્યું..
  66. વિરહનાં ટીપેટીપે...
  67. હૃદયથી ગયું મન પાસે..
  68. જો આ પણ તારી યોજનાનો...
  69. ખબર નહોતી કે પ્રણયમાં...
  70. વિલંબની કિંમત પ્રણયમાં પ્રિયતમ...
  71. કેટલું સરળ છે શબ્દોમાં વર્ણન કરવું...
  72. જેમની કાજ તું અશ્રુઓ સારતી..
  73. ઓ શ્રાવણ ભાદરવા !
  74. તેમનામાં એવું ખોવાઈ ગયું આ દિલ..
  75. આ આમ અચાનક ઉર્મિઓ કાં મારે ઉછાળા ?
  76. અમથો બદનામ નથી પ્રણય..
  77. મહેફિલ, મયકશી, શેરો શાયરી..
  78. પાનાર, પીનાર, પ્યાલો, પ્રિયતમ બધું એકજ..
  79. પ્રણય મદહોશ આ સાકી...
  80. હલકથી નીચે ઉતરી કે મસ્તી ઘડી બે ઘડી...
  81. એકવાર પીધો, બે વાર પીધો, ત્રણ વાર પીધો..
  82. સૂરાલય, સાકી, પ્યાલી, મદિરા..
  83. સાકી, પ્યાલા, હાલા, કે વળી..
  84. તેઓ પૂછે છે તારાં પ્રેમની મદિરા...
  85. શબ્દોની સૂરાની ક્યાં છે જરૂર...
  86. નયનનાં જામ પાવા અમે તને નીકળ્યા હતાં..
  87. અચાનક આવી ચડ્યો આ મુકામ !
  88. એમ ઓતપ્રોત થયાં અમે...
  89. મુગ્ધાનાં માધૂર્યનું શું કહીએ માધવ..
  90. કાશ ! આ રીતે પણ તને પામી શકાતું હોત પ્રિયતમ..
  91. આ જ તો છે પ્રણયની ભાષા...
  92. રે નથી તેઓ મૌન..
  93. કેવી રીતે સમજી શકે કોઈ પ્રણયને...
  94. આમ છલકાઈ જાતો પ્રણય..
  95. આમ વહી નીકળતો પ્રણય..
  96. આ ભોળી શું નયન કટાક્ષ મારવાની ?
  97. છુપાવી લે પ્રણયને ઘૂંઘટમાં છો ને ભોળી !
  98. સાદાઈ જ જેનું સૌંદર્ય છે..
  99. તું ખોટી રાહ જુએ છે પ્રિયતમ !
  100. હે નયન ભ્રમર ! આ લજજાથી ઢળેલી...
  101. ઓ લજ્જાવંતી ! ઢળેલા નયન શું ઓછા પડ્યાં...
  102. રે નયન એમને આંખોમાં ભરી લે...
  103. બંધ કરી આંખો એમનાં દર્શન કર..
  104. પડદા રૂપી પાંદડા પાછળ છૂપાઈને..
  105. મદન મોહનને મોહનારીનાં દિદાર કરવા...
  106. જે રીતે તે જોતી તેને જો તો ખરો મદન...
  107. અરર ! તું અંજાઈ ગયો નાથ ?
  108. આજે આપણી કારી નહી ફાવે..
  109. આનું જ નામ ઝાંખી..
  110. આંખો બંધ કરીને મગ્ન થયો...
  111. આમ ઝળુંબતું આકાશ ધરતી પર..
  112. એટલો પણ સહેલો નથી પ્રણય..
  113. એલા હાઉ કરને !
  114. એલી ! એવો તે કેવો દમદાર તારો પ્રણય...
  115. રે દિલદારા દિલમાં દિલદાર ને જ રાખે છે...
  116. રે બુંદ બુંદ થી જ ભરાઈ ગયો...
  117. મોરપીંછ પણ ભૂલ્યો તું પ્રિયતમ !
  118. અલિ બાંવરી ઘડામાં શું ખરેખર જળ ભરી લાવી ?
  119. ભરી લે હવે વાંસળીના સૂરોને તારા ઘડામાં
  120. આમાં શું ભર્યું છે તેં પ્રિયતમ !
  121. અધરામૃતની અધિકારીણીને...
  122. જરા જોઉં તો ખરી..
  123. રે નથી વગાડતી હું વાંસળીને..
  124. કહેવાય વાંસનો ટૂકડો ને પાછી છેક જ ખાલીખમ..
  125. એલી ભોળી ! આમ બંસી વગાડવાથી...
  126. એમ નાં વહી નીકળે સંગીત...
  127. તને સ્પર્શ કરું ને તેની યાદ આવી જાય..
  128. તને પ્યારું એ મનેય પ્યારું...
  129. એક તો હતી દિવાની ને ઉપરથી...
  130. લે હું ય ઉઠાવી લાવી બંસરી..
  131. જો આમાં જ જાદુ હોય..
  132. રે એ ચિત્ત ચોર છે...
  133. માખણ ચોરે બંસી ચોરને માફ કરી દીધી..
  134. કૃષ્ણત્વ પામવા ઘેલી...
  135. હાં હાં હાં બસ કર રાધિકે !
  136. જગતને બહુ ઘેલું કર્યું...
  137. હે મોહન ! તેં જ આ મોહમાં જકડનારીને...
  138. એમ પ્રણયમૂર્છિત થયાં અમે..
  139. અચાનક વાંસળીનાં સૂરથી
  140. તેઓ પૂછે છે તમારા પ્રેમમાં..
  141. તારી વાટ નિહાળતા નિહાળતા..
  142. પૂષ્પ બનીને ધરતી મલકી રહી..
  143. અત્યારે મારી આંખોમાં આંસુઓ છે...
  144. જ્યારે હૃદયના ઊંડાણથી હું...
  145. આમ વાટ નિહાળતો પ્રિયતમ !

સુસ્વાગતમ


ઓ પ્રિયતમ ! તેઓ પધારી રહ્યાં છે...
ઓ પ્રિય ! આ શબ્દ મંદીરમાં તમારુ સ્વાગત છે. 
તમારી જ માટે મારા પ્રિયતમે આ શબ્દાલય સજાવ્યુ છે. તમે અહિં પધાર્યા છો તેમાં જ તમારી શ્રેષ્ઠતા દેખાય છે. તમારો ભાવવિભોર ચહેરો, એક એક શબ્દ શિલ્પને બારીકાઈથી નિહાળતી કુતૂહલ ભરી નજરો અને આ સુંદર રચનાઓમાં ગુંજતો શબ્દારવ તમને પુલકિત કરી રહ્યો છે. વાક્યોનાં ઉબરે મસ્તક નમાવી તમે ખોબામાં રહેલા સુંદર શબ્દ પુષ્પો ધરાવો છો. ચરણામૃત અને પ્રસાદ ગ્રહણ કરીને તમે આત્મદિપકનાં અજવાળામાં મારા પ્રિયતમનાં દર્શન કરવા ઈચ્છો છો...

સાચું જ કહું છું ઓ પ્રિય ! મારા પ્રિયતમે આ શબ્દ મંદિર તમારી જ માટે બંધાવ્યું છે... તેને ખબર છે કે તમે એક વાર જરૂર અહીં દર્શન કરવા આવશો. અને આજે તમે આવી ગયા છો.

ઓ પ્રિય ! આ તમારું જ શબ્દ મંદિર છે. હું તો ખાલી પુજારી છું ! તમારી જ રાહ જોતો તમારા જ પ્રિયતમને સાચવીને બેઠો છું. તમારી જ સાથે મેળવવા ! 

આવ્યા જ છો તો એકવાર પ્રદક્ષિણા જરૂર કરજો. આ શબ્દ તિર્થની એક એક રચના રૂપી મૂર્તિઓ તમારી જ રાહ જુએ છે !

જરા ધ્યાનથી જુઓ તો ખરા મારા પ્રિયતમને ! 

તમારી સામે મરક મરક મલકતી મૂર્તિ એ ખરેખર મારા પ્રિયતમની જ છે ! 

ક્યાંક આ હસતો ચહેરો તમારો જ તો નથીને ? 

ઓ પ્રિય ! સાચુ કહેજો હો ! 

ક્યાંક તમે જ મારા પ્રિયતમ બનીને તો પધાર્યા નથીને !!!

તમે કોણ છો ?


વહેલી પરોઢે તમારા ગાલ પર ટપલી મારીને જગાડતા સમિર ને કે પછી હળવેકથી ઢંઢોળતા ઉષા કિરણને તમે 
કદી પુછો છો ખરા કે તમે કોણ છો ? જેને ખોળે માથુ ઢાળીને રોજ તમે પોઢી જાઓ છો એ અજ્ઞાતને તમે કદી પુછો છો ખરા કે તમે કોણ છો ? કુંડામાં હમણાંજ પાંગરેલા છોડનાં એ નાનકડા પુષ્પને તમે કદી પુછો છો ખરા કે તમે કોણ છો ? એ તો ઠીક પણ મધુર દાંપત્ય નાં માધુર્ય સમાં એ નાનકડા બાલુડા ને ચૂમતા પહેલાં તમે કદી પુછો છો ખરા કે તમે કોણ છો ? 

તમે ક્યાં ઓળખો છો મારા પ્રિયતમને ? હું વિચારોનાં સથવારે લેખની ની હોડીમાં શબ્દોના હલેસાં મારતો તમને જ તો તેડવા અવ્યો છું… કે એક વાર તેને જઇને પૂછીએ તો ખરા કે તમે કોણ છો ? 

ને તમે મને જ પુછો છો કે તમે કોણ છો ? સાવ સાચું કહેજો હો તમે કદી એકાંતમાં તમને પોતાને પુછો છો ખરા કે તમે કોણ છો ?

હું કોણ છું ?



તમે પુછો છો કે હું કોણ છું ? પથ્થર શું જાણે કે તે કોણ છે ? એ તો 
શિલ્પીને જ ખબર... 
અમે તો પુજાઈએ ત્યારે જાણીએ કે અમે કોણ છીએ ! અમને આમ કંડારનારા ઓ શિલ્પી ! ચાલ હવે ટાંકણું ચલાવ.. મારે મારી પહેચાન મેળવવી છે ! અને જરા ધ્યાન રાખજે હો... હું બરડ પથ્થર છું !

પ્રતિભાવ...

 


તમે મને પ્રેમ કરો છો. તમને આવું લખાણ પણ કદાચ ગમે છે. કારણકે "પ્રેમ કરવો" એ તમારો સ્વભાવ છે. અને તેથી જ જ્યારે "પ્રતિભાવ" આપવાનો થાય છે ત્યારે તમે પ્રસંષા કરો છો. જે નથી ગમતું ત્યાં મૌન રહો છો. અને બીલકુલ નથી ગમતું તેને અવગણીને આગળ વધી જાઓ છો.. 
તમારો પ્રતિભાવ તમારી લાગણીઓનો સાચો પડઘો ક્યાં છે ?
તમારો નૂતન દ્રષ્ટિકોણ મને નવી દ્રષ્ટિ ન આપી શકે ? આપણે બન્ને સાથે મળીને કંઇક નવું ન સર્જી શકીએ ?

હું જીવનના સંગીતને...


હું
 જીવનના સંગીતને શબ્દોથી સજાવું છું. નિઃશબ્દનું વર્ણન શબ્દોથી તો શું કરું ? કિંતુ તેની બંસરીના નાદના માધુર્યને શબ્દો થકી ભરપુર માણું છું... 
આ શબ્દનાદ બીજું કંઈ નહીં તેમનો જ પ્રસાદ છે ઓ પ્રિય ! મારા આ પ્રિયતમના પ્રસાદને વહેચવાનું હવે તમને જ સોપું છું.

ઓહો ! તને એમ કે તું સદગુરુ...


ઓહો ! તને એમ કે તું સદગુરુ બની જઈશ એટલે અમે તને નહીં ઓળખીયે એમ ? 
એલા ! રુપ બદલવાથી કંઈ ગુણ થોડા બદલાઈ જાય છે ? 
અમે તને ન ઓળખી જઈએ નાથ ! તારું ચૈતન્ય અમારાથી ક્યાં અજાણ્યું છે ?

મારાં જીવંત સદગુરુ પરમાત્મા નથી જ...


મારા જીવંત સદગુરુ પરમાત્મા નથી જ
તેવા સંપૂર્ણ ભાન સાથે મેં તેમને પરમાત્મા માની લીધા. ને આમ કરીને ઓ પ્રિયતમ ! મેં તને મારી નજીક લઈ લીધો. બીજાઓ ભલેને પોતાની રીતે મથે ?

પુષ્પનાં સૌંદર્યમાં એક પાંદડીનો ફાળો કેટલો...


પુષ્પનાં સૌંદર્યમાં એક પાંદડીનો ફાળો કેટલો ? નગણ્ય. અને છતાં અવગણિ ન શકાય તેટલો. તેમ તું છોને વિશ્વ પ્રેમી રહ્યો અને જગત આખું છો ને ઘેલું હોય તારાં પ્રેમમાં ! મને જો અવગણિશ તો તું અધુરો જ રહી જઈશ હો પ્રિયતમ !

એ તો સ્ત્રી શક્તિની આરાધનાં જ હતી...


એ તો સ્ત્રીશક્તિની આરાધનાં જ હતી હો કે શ્યામ રાધા પાછળ ઘેલો થઈને ફરતો હતો ! નહિતર રાધેશ્યામ રાધેશ્યામ કહીને કોણ ભજવાનું હતું ?

ભવિષ્ય શું હશે તે તો મારી બલા જાણે...


ભવિષ્ય શું હશે તે તો મારી બલા જાણે. ને ભૂતકાળ તો હતો તોય શું ને નહોતો તોય શું ? અત્યારે તો આજ ક્ષણે આ ક્ષણો સરી રહી છે. ચાલ જીવ ! આ કલમ વડે તેને કેદ કરી લઈએ...પછી ભલેને કોઈ તમારાં જેવાં આવી તેને છોડાવી જાય !

તેમને જોયા ત્યારે નજર ઠરી...


તેમને જોયા ત્યારે નજર ઠરી. તેમનાં આવવાનો ઢંઢેરો તો ક્યારનો પિટાયો હતો ! આટલી ભીડમાં તેઓ ક્યાંથી મળે અમને ! તેમને સપનાંની ટેવ ક્યાં નથી ? કોઈ કહે કેવો સરસ શણગાર છે ? કોઈ કહે કેવું મોહક સ્મિત ! શું અમથાં જ ટોળે વળ્યાં હશે લોક ! તેમણે વાંસળી તો વગાડી નહોતી ! 
જા તારી દીવાનગીને માફ કરી દીધી...તેની મોહિની આ બધાને ક્યાં નથી ?

તેમણે અંજલિમાનાં કેટલાક પુષ્પો ધરાવ્યાં..


ઓ પ્રિયતમ ! તેમણે અંજલિમાનાં કેટલાક પુષ્પો ધરાવ્યાં ને કેટલાંક બાકિ રાખ્યાં ! એ અર્પણ હતું. જ્યારે મેં તો અંજલિમાં એક પણ પુષ્પ બાકિ નથી રાખ્યું હો નાથ ! આજ તો સમર્પણ છે. જ્યારે સંપૂર્ણ જીવન તને સમર્પિત છે ત્યારે શુભ અને લાભ બંને તારાં જ છે ! આજ તો છે જીવનનું સ્વસ્તિક...પેલું અશુભ નામનું કરમાયેલું પુષ્પો છો ને મારી પાસે રહે !

તારી પ્રાપ્તિની શરત જોડાયેલી છે..


તારી પ્રાપ્તિની શરત જોડાયેલી છે મારા પ્રેમ સાથે ઓ પ્રિયતમ ! ને કહે છે પ્રેમ શરતોથી કદિ કરી નથી શકાતો ! તારાને મારા પ્રેમમાં એ જ તો તફાવત છે પ્રિયતમ ! તું અકારણ જ મને પ્રેમ કરે છે. ને મારા તો પ્રેમનું  કારણ પણ તું જ છે  !

મને તો બધું જ મંજૂર છે...


મને તો બધું જ મંજૂર છે...

મોક્ષ પણ ને પુનર્જન્મ પણ ! 
શરત એટલી કે પરિણામે "તું" પ્રાપ્ત થાય ! 

આ કેવી વિડંબણા છે ઓ પ્રિયતમ !


આ કેવી વિડંબણા છે  પ્રિયતમ ! 

અમે ભોળાં તને નિહાળવા મથીયે છિયે... 
અને તું અનુભવવાની બાબત છે ! 

મુહોબ્બતની કેવી અનોખી આ રીત છે...


રે
! મુહોબ્બતની કેવી અનોખી આ રીત છે ?
જેણે આપ્યું દર્દ, દર્દીને દવા તે જ આપે છે ! 

તારું અનુપમ સૌંદર્ય જ...


તારું અનુપમ સૌંદર્ય જ અમને તારા પ્રત્યે આકર્ષવા પુરતું છે ઓ નાથ ! 
અમારે દુઃખના બહાનાઓની જરુર નથી !

લાગે ઠોકરને તુજ યાદ આવી જાય...


લાગે ઠોકરને તુજ યાદ આવી જાય ઓ પ્રિયતમ !
માર્ગનાં પથ્થરો મંજૂર છે મને
 
!

લે ! આ ફરી ઘાયલ થયા અમે...


લે ! આ ફરી ઘાયલ થયા અમે અમારી જાતે;

ચાલ હવે ફરી વહાલથી મલમપટ્ટી લગાવ ! 

તું તો હતો જ કરુણાનો સાગર...


ઓ પ્રિયતમ ! તું તો હતો જ કરુણાનો સાગર ! આ તો ઠોકર મને વાગી ને રક્તરંજીત ચરણ તારા થયા ત્યારે છેક સમજાયું ! 

મારો પ્રેમ પ્રગાઢ કેટલો...


ઓ પ્રિયતમ ! મારો પ્રેમ પ્રગાઢ કેટલો ?
તને કદિ સમજાય નહિ તેટલો.

મારે કોઈને કશી સાબિતી...


મારે કોઈને કશી સાબિતી નથી આપવી. મને ખબર છે કે તું મારો છે આટલું જ મારે માટે તો બસ છે.

મને તારું મૌન ગમે છે...


મને તારુ મૌન ગમે છે. મને તારુ સ્મિત ગમે છે. આ કણકણમાં વ્યાપ્ત અગમ્ય એવું તારુ દિવ્ય સ્વરૂપ ગમે છે. ઓ પ્રિયતમ ! મને તારા બધા જ સ્વરૂપ ગમે છે.

તું ક્યાં છો...


"ઓ પ્રિયતમ ! તું ક્યાં છો ?"
"સર્વત્ર."
"સર્વત્ર અર્થાત મારાંમાં પણ નહીં ?"
"હં..."
"અરેરે ! આટલી નાનકડી વાત મને છેક હવે સમજાણી !"

હું યોગી નથી કે તારી અનુભૂતિ કરું...


હું યોગી નથી કે તારી અનુભૂતિ કરું. હું કવિ પણ નથી કે તારા પર કાવ્ય રચું. અરે ! હું ભક્ત પણ નથી કે તારી ભક્તિ કરું. ઓ પ્રિયતમ ! મારી સાદાઈ
ને અવગણજે હોંકે !

તું જુદો ને હું જુદો એ તો...


ઓ પ્રિયતમ ! તું જુદો ને હું જુદો એ તો અનાદિકાળથી હતું જ ! ત્યારે અમે પ્રગતિ ક્યાં કરિ ? અમારો આ દ્વૈતભાવ ક્યારે જશે ? એકવાર હિંમતથી કહિયે તો ખરાં કે તું નહીં હું જ તથા હું એ તું જ !

તારી ને મારી વચ્ચે અંતર...


તારી ને મારી વચ્ચે અંતર કેટલું ?
મારાં અસ્તિત્વનાં ભાન જેટલું.
એલા ! એ કેવી રીતે જાય ?

કોને શોધું ઓ પ્રિયતમ !


કોને શોધું ઓ પ્રિયતમ ! બે તત્વ હોય તો શોધુંને ! કેવળ એક જ તત્વ હોય તો કોણ કોને શોધે ? 
શું કહ્યું ? મારું અસ્તિત્વ ? 
ઓ પ્રિયતમ ! આ પરપોટાને તું "તું" કહે છે ?