પ્રકૃતિ

ઓ કેરી ! તું પાકી ગઈ કે ?
ઓ કેરી! તું પાકી ગઈ કે? તો ખરી પડ હવે…
પાકી કેરીને ડાળ પર રાખવાની ફિતરત આંબાની નથી!

આમ જ ન મહોરી ઊઠે આંબો મંજરીઓથી...
આમ જ ન મહોરી ઊઠે આંબો મંજરીઓથી... નક્કી કોઈ ટહુકો પાંદડે પાંદડે ફર્યો હશે !

કોયલનો ટહૂકો આંબાની...
ઓ પ્રિયતમ! કોયલનો ટહૂકો આંબાની મંજરીઓ માટે હોય છે; કેરીઓ માટે નહિ!

એતો કોયલની દેન છે... 
એતો કોયલની દેન છે... નહિતર આંબાને ક્યાં ટહુકતા આવડતું હતું!

ચાલ, તને ગગનની ઊંચાઈ આપું...
ચાલ, તને ગગનની ઊંચાઈ આપું. કહિ ઈશ્વરે અમને પક્ષી બનાવ્યાં. આભની અટારીએથી અમે ધરતી પર આવ્યાં... અમે પક્ષી હતાં, વાદળ નહીં... અમને વરસી જતાં નહોતું આવડતું!

ને જો કદાચ તું મને ગગનની ઊંચાઈ બક્ષે...
ને જો કદાચ તું મને ગગનની ઊંચાઈ બક્ષે તો ઓ પ્રિયતમ! તું મને પક્ષી બનાવજે, વાદળ નહિ!

એ તો વિહંગની હતી મજબૂરી...
એ તો વિહંગની હતી મજબૂરી...
પાંખોનેતો નભ આખાને માપવું હતું!
જગતનું કદ તો મારી ઊડાનથી વિસ્તરે છે!

વડલાનાં એક નાનકડા બીજમાંથી...
વડલાનાં એક નાનકડા બીજમાંથી ઊગેલું વિશાળ વડવાઇઓ ધરાવતું વટવૃક્ષ તમે નિહાળો છો ત્યારે એક ક્ષુલ્લક બીજની કીંમત કદાચ તમને સમજાય છે. તમે કરેલા એક સાત્વિક વિચારની શું કોઈ જ કિંમત નહિ હોય?

વૃક્ષોને ઝંઝાવાત સામે ધરતી જકડી રાખે છે...
વૃક્ષોને ઝંઝાવાત સામે ધરતી જકડી રાખે છે. વૃક્ષો જીવનભર ધરતીને છાયો આપે છે. આકાશને આંબવાની ઘેલછામાં વૃક્ષો ધરતીને છોડી દેતા નથી!

વિષાદથી ભરેલો વૃક્ષનો ચહેરો પાછો ખીલી ઉઠ્યો...
વિષાદથી ભરેલો વૃક્ષનો ચહેરો પાછો ખીલી ઉઠ્યો... ઢળતી સાંજે જ્યારે પંખીડા માળામાં પાછા ફર્યા.

વૃક્ષને કાપતા કઠિયારાને ક્યાં ખબર છે...
વૃક્ષને કાપતા કઠિયારાને ક્યાં ખબર છે કે વૃક્ષ છેદનની વેદનાથી નહિ; તેનાં પર બંધાયેલા માળાઓને કારણે રડી પડ્યું છે!

માળામાં ઈંડા હતા અને વનમાં દવ લાગ્યો. 
માળામાં ઈંડા હતા અને વનમાં દવ લાગ્યો. થડ બળ્યું, પર્ણો બળ્યાં, થોડીઘણી શાખાઓ પણ બળી પરંતુ માળો ન જ બળ્યો! ઈંડામાંથી બચ્ચાઓ થયા, પાંખો ફૂટી... અને એક દિવસ માળો છોડી ઉડી ગયા. પાછા કદી ન જ ફર્યા!

No comments:

Post a Comment