વહેલી પરોઢે તમારા ગાલ પર ટપલી મારીને જગાડતા સમિર ને કે પછી હળવેકથી ઢંઢોળતા ઉષા કિરણને તમે કદી પુછો છો ખરા કે તમે કોણ છો ? જેને ખોળે માથુ ઢાળીને રોજ તમે પોઢી જાઓ છો એ અજ્ઞાતને તમે કદી પુછો છો ખરા કે તમે કોણ છો ? કુંડામાં હમણાંજ પાંગરેલા છોડનાં એ નાનકડા પુષ્પને તમે કદી પુછો છો ખરા કે તમે કોણ છો ? એ તો ઠીક પણ મધુર દાંપત્ય નાં માધુર્ય સમાં એ નાનકડા બાલુડા ને ચૂમતા પહેલાં તમે કદી પુછો છો ખરા કે તમે કોણ છો ? તમે ક્યાં ઓળખો છો મારા પ્રિયતમને ? હું વિચારોનાં સથવારે લેખની ની હોડીમાં શબ્દોના હલેસાં મારતો તમને જ તો તેડવા અવ્યો છું… કે એક વાર તેને જઇને પૂછીએ તો ખરા કે તમે કોણ છો ?
ને તમે મને જ પુછો છો કે તમે કોણ છો ? સાવ સાચું કહેજો હો તમે કદી એકાંતમાં તમને પોતાને પુછો છો ખરા કે તમે કોણ છો ?
No comments:
Post a Comment