તું કેટલો કુમાર છે !
એલા ! તું કેટલો કુમાર છે ! કેવી રીતે વિશ્વાસ આવે કે આકાશના અનંત તારલાઓ તારું જ સ્મિત છે! ત્યારે મને એક એવો વિચાર આવે કે તારી જ એક અખંડ ચેતનાના ગર્ભમાં આવાં અનંત બ્રહ્માંડો છે અને એનું સંચાલન તું જાતે કશી ભૂલ વગર નિયમિત કરી રહ્યો છે. તો શું મારાં જીવનનું નહીં કરતો હોય ? અમે ભોળા જો આટલું સમજી જઈએ અને તારા ચરણોમાં પોતાના જીવનને સમર્પિત કરી દઈએ તો અમને પૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય; અને પૂર્ણ દુઃખમુક્તિ થાય. વાદળી કાળી હોય છે. પણ એની કિનારી પર રૂપેરી કોર પણ હોય છે ને ! મરવા દે ને વાદળીની કાલીમાને.. એની અહીં કોને પડી છે ?
No comments:
Post a Comment