Showing posts with label PAGE 6. Show all posts
Showing posts with label PAGE 6. Show all posts

જે રીતે તે જોતી તેને જો તો ખરો મદન...


જે રીતે તે જોતી તેને જો તો ખરો મદન... તારે તીર શોધવા ક્યાંય જવું પડે તેમ નથી !

અરર ! તું અંજાઈ ગયો નાથ ?


અરર ! તું અંજાઈ ગયો નાથ ? તને કીધેલું ને કે એ રૂપરૂપ નો અંબાર છે !

આજે આપણી કારી નહી ફાવે..


આજે તારી કારી નહીં ફાવે.. મદન મોહનને મોહનારિનાં દિદાર સહેલાં નથી હો મદન !

મદન મોહનને મોહનારીનાં દિદાર કરવા...


મદનમોહનને મોહનારીનાં દિદાર કરવા મદન ઓઢણી બનીને આવ્યો !

આનું જ નામ ઝાંખી..


આનું જ નામ ઝાંખી.. દર્શન કર્યા ન કર્યા ને પડદો પડી ગયો.

એલા હાઉ કરને !


એલા હાઉ કરને ! પરદાનશીં થઈ જવાથી પ્રિયતમા પરાઈ નથી થઈ જતી.

પડદા રૂપી પાંદડા પાછળ છૂપાઈને...


પડદા રૂપી પાંદડા પાછળ છૂપાઈને સૌંદર્ય ઢાંકવા મથતી ઓ પ્રણયપુષ્પા ! આ પ્રણયભ્રમર પર જરી દયા તો કર !

આંખો બંધ કરીને મગ્ન થયો...

આંખો બંધ કરીને મગ્ન થયો તું પ્રિયતમ ! કોને યાદ કરે છે એ તો કહે ! "ઓહ.. નાં.. એ તો હું મને."

આમ ઝળુંબતું આકાશ ધરતી પર..

 


આમ ઝળૂંબતું આકાશ ધરતી પર.. પ્રેમ પામવા ઝૂકવું પડે !

એટલો પણ સહેલો નથી પ્રણય..


એટલો પણ સહેલો નથી પ્રણય.. એ માટે સિંહણ જેવું જીગર જોઈએ.

એલી ! એવો તે કેવો દમદાર તારો પ્રણય...


એલી ! એવો તે કેવો દમદાર તારો પ્રણય.. 
કે જે પ્યારનાં સાગરની એક બુંદ મેળવવા આખું જગત તરસે ત્યાં તું આખ્ખો ઘડો ભરી લાવી !

રે દિલદારા દિલમાં દિલદાર ને જ રાખે છે...


રે દિલદારા દિલમાં દિલદાર ને જ રાખે છે... છોને હાથમાં ઘડુલો જ હોય !

રે બુંદ બુંદ થી જ ભરાઈ ગયો...


રે બુંદ બુંદ થી જ ભરાઈ ગયો ઘડો પ્રણયનો... ધોધમાર, અનરાધાર તો ત્રાટક્યો હતો જ ક્યારે ?

મોરપીંછ પણ ભૂલ્યો તું પ્રિયતમ !


મોરપીંછ પણ ભૂલ્યો તું પ્રિયતમ ! આ કામણગારીએ ઘડામાં એવું તે શું ભર્યું હશે ?

ભરી લે હવે વાંસળીના સૂરોને તારા ઘડામાં


ભરી લે હવે વાંસળીના સૂરોને તારા ઘડામાં..

જળ ભરી ભરીને તો જન્મારા વિત્યા !

અલિ બાંવરી ઘડામાં શું ખરેખર જળ ભરી લાવી ?


અલિ બાંવરી ઘડામાં શું ખરેખર જળ ભરી લાવી ? 

મોરે પૂછ્યું.
નાં રે નર્યો પ્રણયરસ... ! 
પોપટ પઢયો.

રે પાંદડીઓ ચૂંટી ચૂંટીને પાથરજો તેમના માર્ગ પર...


રે પાંદડીઓ ચૂંટી ચૂંટીને પાથરજો તેમના માર્ગ પર... પુષ્પો તેમનાથી સહન નથી થતા !

આમાં શું ભર્યું છે તેં પ્રિયતમ !


"આમાં શું ભર્યું છે તેં પ્રિયતમ કે આટલું માધુર્ય છે આમાં ?" 
"કંઈ નહીં.. ખાલીપણું."

અધરામૃતની અધિકારીણીને...


અધરામૃતની અધિકારીણીને અડકી તો જોવા દે પ્રિયતમ !

જરા જોઉં તો ખરી..


જરા જોઉં તો ખરી આને તું વગાડે છે કે એ વાગી ઉઠે છે ? તારો સ્પર્શ પામ્યાં પછી શું ઘટિત ન થાય ?