ઓ પ્રિયતમ! પ્રેમ અને આનંદમાં ફેર છે. પ્રેમમાં દ્વૈત હોય છે જ્યારે આનંદ અદ્વૈત છે. એમાંય તું તો પરમાનંદ સ્વરૂપ છો. અનેક હોવા છતાં બધાં મોરના જ પીંછા છે. પીંછા વગર નો મોર કેવો લાગે ? અને મોર જ ના હોય તો પીંછા શી રીતે સંભવે ?
જેમ ઓરડાને આકાશની અનંતતા સાથે ઐક્ય પામવું હોય તો દિવાલોના તૂટી જવાથી એ કંઈ ગુમાવતો નથી, ઊલટું કંઇક પ્રાપ્ત કરે છે. એમ તારા પ્રેમમાં પાગલ થનારા દિવ્ય અલૌકિક આનંદમાં મસ્ત બને છે. આનંદ પ્રેમની પરાકાષ્ઠાનું પરિણામ છે. આનંદની આ દિવ્ય હેલીને આ દુનિયાનાં લોકો પ્રેમનું પાગલપણું કહે છે !

No comments:
Post a Comment