તેઓ પૂછે છે કે તારું સાનિધ્ય મને

ઓ પ્રિયતમ ! તેઓ પૂછે છે કે તારું સાનિધ્ય મને ક્યાં ને કેવી રીતે પ્રાપ્ત થાય છે ? જીવન ઊપવનમાં તેમનાં પ્રવેશ્યા પછી જ તો પુષ્પો ખીલ્યા છે ! આહ્લાદક સમિર તેમનાં જ શ્વાસોની ફોરમ વહાવે છે. ઢળેલી તેમની નજરોની મસ્તિમાં મધૂરસ અકારણ જ છલકાય છે. સ્પર્શનું મોહતાજ નથી હોતું સાનિધ્ય...વણસ્પર્ષ્યે જ તેમનાં ચહેરાનું લાવણ્ય મારા જ પ્રેમની ચાડી ખાય છે. તેમને ખબર જ ક્યાં છે કે તેઓ બનીને "તું" છાનેપગલે તેમની પાછળ પાછળ આવી જ જાય છે ! એનું જ નામ તો સૌંદર્ય છે !

No comments:

Post a Comment