ઓ પ્રિયતમ ! એક વાર કલમને ઇચ્છા થઈ કોઈ અધુરી કવિતા પુરી કરવાની ! ને હું નીકળી પડ્યો અધુરી કવિતા શોધવાને ! ક્યાં મળશે એ અધુરી કવિતા ? અને મેં કોઈનાં અધુરા જીવનમાં ડોકિયું કર્યું. ત્યાં ભૂલથી હકીકતને કાગળમાં ચીતરેલી તેમણે ને નીકળી પડેલા ખરીદવા ખુશીને બજારમાં ! બસ રહી ગઈ હતી તે અધુરી કવિતા... અધુરા જીવનનાં પડઘા સમી ! એ વ્યથાની કથા શું લખું એ દોસ્ત ! ક્યાંક દર્દ જોડે દોસ્તી ન થઈ જાય મારી ! મેં ચીસ પાડી કહ્યું કલમને ; છોડ ! મારે નથી કરવી પુરી આ અધુરી કવિતા. પહેલા મને અધુરા જીવનને તો પૂર્ણ કરવા દે ! તેનેય બનવું હતું જગતનો સુંદર છોડ. જીવન પુષ્પને મહેકાવવા. ને મેં પૂર્ણ કરી તે અધુરી કવિતા...ઋદયની હુંફભરી કલમથી પ્રેમનાં અશ્રુની સુવર્ણશાહીથી...જીવન ઊપવનને ફરીથી મહેકાવવા !
No comments:
Post a Comment