ઓ પ્રિયતમ ! જ્યારે જિંદગી ઉદાસ સમી ભાસે છે, ચોતરફ ઘેરાતા જતા ગાઢ અંધકારને ફંફોસતી, એક પ્રકાશનાં કિરણને ઝંખતી મારી અપલક દ્રષ્ટિને કોઈ જ દિલાસો આપતું નથી; ત્યારે માનો જિંદગી આ ઉદાસીના ધમાસાનમાં ઢબૂરાઈને કોને ઝંખે છે ? તને ?
ઊંડે ઊંડે કદાચ હજુય જીવવાની તમન્ના છે. કદાચ કંઈક કરી છુટવાની હજુય આશા છે.
પેલો દિપક જોને કેટલો શાંત છે ! બહાર તો ગાઢ અંધકાર છે. હું ઉદાસ છું છતાં મૌન છું.
કારણકે ઓ પ્રિયતમ ! મને ખબર છે કે તું જરૂર આવીશ...રાત્રિની નિરવતામાં ચાંદની બની જીવનરજનીને પ્રજ્વાળવા તું જરૂર આવીશ. તારી હાજરી આ નાનકડી ઝુંપડીમાં ચંદનની સુગંધની જેમ રેલાઈ જશે.

શું ખરેખર એજ આશા છે મને ? જીવનની તમન્ના શા સારું છે ?
કદાચ તારા ખોળામાં માથું ઢાળી મારે રાતનાં સન્નાટાને જવાબ દેવો છે ! તારા મોરપિચ્છના રંગોને ચમકાવીને આ દિવડાના સાનિધ્યમાં મારે જીવનની ઉદાસીને જવાબ દેવો છે ! તારા સાનિધ્યની પ્રગટેલી હૂંફથી અભિભૂત થઈ મારે હર્ષાશ્રુઓથી રાત્રીના અંધકારને ધોઈ નાખવો છે.
ઓ પ્રિયતમ ! છોને તું રુમઝુમ કરતો તારા સૂવર્ણરથમાં સવાર થઈને દિશાઓને પ્રકાશતો જગત આખુંય જાણે તેમ ન આવ્યો હોય ! તારા અશ્વોની હણહણાટી જગતને છોને ન સંભળાઈ હોય ! મારા જીવનની ઉદાસીને હરવા તો તારો પગરવ જ કાફી છે.
મને ખબર છે નાથ તું જરૂર આવીશ. તેથી જ તો હું તારી રાહ જોઉં છું !
No comments:
Post a Comment