જ્યારે હૃદયના ઊંડાણથી હું...

ઓ પ્રિયતમ ! જ્યારે હૃદયના ઊંડાણથી હું મારા તારી પ્રત્યેના પ્રેમને નિહાળું છું ત્યારે સમજાય છે કે તેમાં વાત્સલ્ય છે,  પ્રગાઢ આત્મિયતા છે. અલૌકિક પવિત્રતા છે. હું જ્યારે ઓ પ્રિયતમ ! એમ ઉચ્ચારું છું ત્યારે મારી  પ્રણય વીણા નાં તાર ઝણઝણી ઊઠે છે અને એક દિવ્ય પવિત્રતાથી ભર્યો ભર્યો આનંદ મારા રોમ રોમ માં પ્રસરી જાય છે. અને હું મલકાઈ પડું છું.

 

No comments:

Post a Comment