Showing posts with label PAGE 9. Show all posts
Showing posts with label PAGE 9. Show all posts

તું ભોળો કે ભોળી આ દુનિયા..


તું ભોળો કે ભોળી આ દુનિયા.. એક બંસી હું પણ છું.. કોઈને ના સંભળાઈ ?

મેં વગાડ્યું.. તેં સાંભળ્યુંને..


મેં વગાડ્યું.. તેં સાંભળ્યુંને.. 
"એલી મુકને માથાકૂટ ! ચાલ તને વાંસળી વગાડતા શીખવું !" તેં કહ્યું !

કાશ આ દર્પણ પણું ન હોત...


અરી મોહન મોહના ! કાશ આ દર્પણપણું ન હોત તો હુંય શ્યામ બની જાત !

જે બંસીથી તું મને બોલાવે...


જે બંસીથી તું મને બોલાવે...

એજ બંસીથી તને રોકું શ્યામ !

અરે વાહ ! તું હૈયાનું પ્રતિબિંબ...


અરે વાહ ! એલા દર્પણ ! તું  હૈયાનું પ્રતિબિંબ પાડતો ક્યારથી થઇ ગયો ?

આમ અનંત વહ્યા કરે આ સૂરો...


આમ અનંત વહ્યા કરે આ સૂરો...
ચાલ, મેં બાજી સંભાળી લીધી...
હવે તો  પોઢી જા !

મારી જેમ તું પણ...


આલેલે...
મારી જેમ તું પણ પ્રેમમાં પડી ગયો દર્પણ ?

હમણાં સુઈ લે ઓ પ્રિયતમ...


હમણાં  સુઈ લે ઓ પ્રિયતમ ! 
પછી સુવર્ણ શૈયા તો હશે...
પણ આ ઓથ નહિ હોય !

આ તારી માયા છે કે..

એલા ! આ તારી માયા છે કે ખરેખર હું દીવાની થઈ ? ચાલ.. બહાર નીકળતો !

ઓ પ્રિયતમ ! મારું આ જીવન તારાથી પ્રારંભ થઈ...


ઓ પ્રિયતમ ! મારું આ જીવન તારાથી પ્રારંભ થઈ તારામાં જ પૂર્ણ થાય ને છતાં વચ્ચે કેટલી લાંબી જગ્યા !

આ આત્મ દર્પણ છે ઘેલી..


રે આ આત્મ દર્પણ છે ઘેલી.. 
આઈનો તો સાચું જ બતાડે !

તું શું જાણે પ્રણયના અહેસાસને પ્રીયતમ !


તું શું જાણે પ્રણયના અહેસાસને પ્રીયતમ ! આ કંઈ ધોળા દિવસનું સપનું નથી !

આજ આઈનામાં કાંઈ અજુગતું લાગે છે.


આજ આઈનામાં કાંઈ અજુગતું લાગે છે...

મારી બદલે તારો ચહેરો કાં દેખાય છે !

ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણનારા..


ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણનારા.. તને પણ દિવસે સપના જોવાની ટેવ છે !

રે નાં હટે પ્રતિબિંબ તેનું...


રે નાં હટે પ્રતિબિંબ તેનું... એ "તેનું" નથી.. "તારું" જ પ્રતિબિંબ છે !

સ્વપ્નની મહેકથી જાગી ઊઠયા..


સ્વપ્નની મહેકથી જાગી ઊઠયા ને વળી સ્વપ્નમાં જ ખોવાઈ ગયાં. આંખ બંધ હો કે ખુલ્લી.. સ્વપ્નને ક્યાં ફરક પડે છે ?

એલા જપને ! મારે તને નહીં મને જોવી છે...


એલા જપને ! મારે તને નહીં મને જોવી છે. હું પણ તો એજ કહું છું ને.. મને નહીં "તને" જો.

એલી પાછી આવ..


ક્યાં ખોવાઈ ગઈ ? એલી પાછી આવ... મારાં કરતાં સપનું સુંદર થોડું હોય ?

એ ભોળા તને કૃષ્ણ ચંદ્ર કહે છે...


એ ભોળા તને કૃષ્ણચંદ્ર કહે છે...  ને તું માની પણ ગયો ? આજે ખરા ચંદ્રને નિરાંતે જોઈ લે !

આજ તો છે પ્રણયનું પ્રાબલ્ય..


આજ તો છે પ્રણયનું પ્રાબલ્ય.. 
તને સપનામાંથી બહાર લાવવા તેણે જાતે આવવું પડ્યું !