Showing posts with label PAGE 7. Show all posts
Showing posts with label PAGE 7. Show all posts

રે નથી વગાડતી હું વાંસળીને..



રે નથી વગાડતી હું વાંસળીને..
થયું જોઉં તો ખરી એવું તે શું ભર્યું છે આ વાંસનાં ટુકડામાં ? 
આ માધુર્ય તારા વાદનનું પરિણામ છે કે એના છેદનનું ?

કહેવાય વાંસનો ટૂકડો ને પાછી છેક જ ખાલીખમ..


કહેવાય વાંસનો ટૂકડો ને વળી છેક જ ખાલીખમ.. ઓ સૂર માધૂરી આ ઈર્ષાળુ ભગિની ને તું માફ કરજે હોં !

એલી ભોળી ! આમ બંસી વગાડવાથી...



એલી ભોળી ! આમ બંસી વગાડવાથી જગત ઘેલું થોડું થાય ? એ માટે તો કાનાની ફૂંક જોઈએ.
હે ભોળા ! મારે તો કાનાને ઘેલો કરવો છે.. જગતની અહીં કોને પડી છે ?

એમ નાં વહી નીકળે સંગીત...


એમ નાં વહી નીકળે સંગીત... એ માટે તો વાદકે વાદ્ય બની જવું પડે !

તને સ્પર્શ કરું ને તેની યાદ આવી જાય..


તને સ્પર્શ કરું ને તેની યાદ આવી જાય.. એલી બંસી તું તો કૃષ્ણનો પર્યાય બની ગઈ !

તને પ્યારું એ મનેય પ્યારું...


તને પ્યારું એ મનેય પ્યારું... 

ચાલ હુંય વગાડી લઉં બંસી !

એક તો હતી દિવાની ને ઉપરથી...


એક તો હતી દિવાની ને ઉપરથી નાદાનીનો રંગ ચડ્યો ! ગાંડીને એમ કે સૂર સુણી તે પણ ઘેલો થઈ દોડી આવશે !

લે હું ય ઉઠાવી લાવી બંસરી..


લે હું ય ઉઠાવી લાવી બંસરી..
ઇર્ષાની અગનમાં તું ય થોડો તો બળ !

જો આમાં જ જાદુ હોય..


જો આમાં જ જાદુ હોય તો આજે તું બચીને ક્યાં જવાનો ?
ને જો વગાડનારમાં જાદુ હોય તો મનેય વગાડતાં આવડે છે હો !

રે એ ચિત્ત ચોર છે...


રે એ ચિત્ત ચોર છે... મોરલી ને મોરપિચ્છ ચોરીને તું ક્યાં જવાની ?

માખણ ચોરે બંસી ચોરને માફ કરી દીધી..


માખણ ચોરે બંસી ચોરને માફ કરી દીધી.

કૃષ્ણત્વ પામવા ઘેલી...

 
કૃષ્ણત્વ પામવા ઘેલી કૃષ્ણ બનીને નીકળી ! 

હાં હાં હાં બસ કર રાધિકે !


હાં હાં હાં બસ કર રાધિકે ! આમ મોરલી ને મોરપિચ્છ ધારણ કરવા સહેલાં નથી હો !

જગતને બહુ ઘેલું કર્યું...



અલી બંસરી !
જગતને બહુ ઘેલું કર્યું... 
હવે લેતી જા...
આજે ઘેલો કરનારી માથાની મળી !

હે મોહન ! તેં જ આ મોહમાં જકડનારીને...


હે મોહન ! તેં જ આ મોહમાં જકડનારીને ધારણ કરી ! તારો જાદુ શું ઓછો હતો કે સૂરસૌંદર્યાને મેદાનમાં ઉતારી !

એમ પ્રણયમૂર્છિત થયાં અમે..


એમ  પ્રણયમૂર્છિત થયાં અમે.. તેઓ તો હજુ ક્યાં આવ્યા હતાં ? એ હવા વાંસળીમાં થઈ અમારા સુધી પહોંચી ગઈ.

અચાનક વાંસળીનાં સૂરથી..


અચાનક વાંસળીનાં સૂરથી ગુંજી ઉઠ્યું ઉપવન..
તમારાં આવવાથી એટલો ફરક પડ્યો.

તેઓ આવ્યાં કે વાતાવરણ બદલાઈ ગયું...


તેઓ આવ્યાં કે વાતાવરણ બદલાઈ ગયું...
કે અમે પણ ઝૂરીએ છીએ તેનાં જ પ્રેમમાં ઓ પાગલ !

તારા સૂર વહ્યા ને અમે આવ્યાં...


તારા સૂર વહ્યા ને અમે આવ્યા ? કે અમે આવ્યા ને તારા સૂર વહ્યા. ઓ પ્રિયતમ ! આટલું જગતથી છાનું જ રાખ.

તું મોહક જ એટલો છે માધવ !



તું મોહક જ એટલો છે માધવ ! આમ વાંસળી ના વગાડે તો પણ તારી મોહિની છવાઈ જાય !!