Showing posts with label PAGE 4. Show all posts
Showing posts with label PAGE 4. Show all posts

તારા પર જ્યાં ચિત્ત જ જાય..


આમ બંધ થઈ જતાં નયન.. તારા પર જ્યાં ચિત્ત જ જાય. અનુભૂતિ હાજરીની મોહતાજ નથી હોતી.

કોઈ ફરક્યું.. કોઈ ટહુક્યું..

કોઈ ફરક્યું.. કોઈ ટહુક્યું.. કોઈ યાદ આવી ગયું. આમ બંધ થઈ જતાં નયન.. કોઈ સરી પડે અમ બંધ આંખે.

એની યાદ પછી દિલને...


આમ બંધ થઈ જતાં નયન.. એની યાદ પછી દિલને કશું જ જોવું નાં ગમે.. કે એ મોતી છુપાવ્યા નાં છૂપે.

વિરહનાં ટીપેટીપે...


વિરહનાં ટીપેટીપે તું જ ટપકતો પ્રિયતમ !
લે આ પેટાવી મીણબત્તીને...
હવે તો નિહાળ !

હૃદયથી ગયું મન પાસે..


હૃદયથી ગયું મન પાસે.. 
મનથી ગયું નયન પાસે.. તું ટપકી પડે તે પહેલા.. આ બંધ કરી આંખો.

જો આ પણ તારી યોજનાનો...


જો આ પણ તારી યોજનાનો જ એક ભાગ હોય તો પ્રિયતમ ! મારાં અશ્રુને પણ તેમાં સામેલ કરજે હોંકે !

ખબર નહોતી કે પ્રણયમાં...


ખબર નહોતી કે પ્રણયમાં આવી દશા પણ થતી હશે.. રાત વિરહની યુગોમાં ફેરવાઈ જતી હશે!

વિલંબની કિંમત પ્રણયમાં પ્રિયતમ...


વિલંબની કિંમત પ્રણયમાં પ્રિયતમ બહુ આકરી લાગે છે. હર શ્વાસે દામ દિલડું અશ્રુઓથી ચૂકવે છે.

કેટલું સરળ છે શબ્દોમાં વર્ણન કરવું...


કેટલું સરળ છે શબ્દોમાં વર્ણન કરવું.. કાશ હૈયા પાસે પણ એક કલમ હોત !

જેમની કાજ તું અશ્રુઓ સારતી..


જેમની કાજ તું અશ્રુઓ સારતી.. તેમની તો પહેચાન જ તેઓનું સ્મિત છે !

ઓ શ્રાવણ ભાદરવા !


ઓ શ્રાવણ ભાદરવા ! વરસવું કંઈ તારો જ ઇજારો નથી.. લે મેં પણ ઓઢણીનું વાદળ ઓઢયું.

તેમનામાં એવું ખોવાઈ ગયું આ દિલ..


તેમનામાં એવું ખોવાઈ ગયું આ દિલ.. અમને તો ઠીક જેમને આપ્યું તેમને પણ જડતું નથી !

અમથો બદનામ નથી પ્રણય..

અમથો બદનામ નથી પ્રણય.. 

આ પુષ્પોની સુગંધ.. પ્રણય સૌરભ ! 

આ વાંસળીના સૂર.. પ્રણય સંગીત !

મહેફિલ, મયકશી, શેરો શાયરી..


મહેફિલ, મયકશી, શેરો શાયરી ત્રાજવાની એક બાજુ.. તું હું અને મૌન.. ચાલ સ્પર્ધા કરીએ.

પાનાર, પીનાર, પ્યાલો, પ્રિયતમ બધું એકજ..


પાનાર, પીનાર, પ્યાલો, પ્રિયતમ બધું એકજ.. અદ્વૈતની પરાકાષ્ટા તો જુઓ !

સાકી, પ્યાલા, હાલા, કે વળી...


સાકી, પ્યાલા, હાલા, કે વળી જીવતી જાગતી મધુશાલા.. જે ગણો તે અમે જ.
કે પ્રણય મદિરા અમે પિધી ને ઝૂમી રહ્યું આખું જગત !

પ્રણય મદહોશ આ સાકી...


પ્રણય મદહોશ આ સાકી કે જામ ખાલી જ થવા નાં દેતો. અમને જ બનાવી મદીરાલય એ ભઠ્ઠી ઠરવા જ નાં દેતો !

સૂરાલય, સાકી, પ્યાલી, મદિરા..


સૂરાલય, સાકી, પ્યાલી, મદિરા.. ઓહોહો કેટલી જંજાળ ! અને પ્રણયમાં તો ?
એક નજર જ કાફી છે.

નયનનાં જામ પાવા અમે તને નીકળ્યા હતાં..


નયનનાં જામ પાવા અમે તને નીકળ્યા હતાં..
તારી નજર પડી ને આંખમાં પવિત્રતા છવાઈ ગઈ !