Showing posts with label PAGE 3. Show all posts
Showing posts with label PAGE 3. Show all posts

કબુલ આ દિવાનિયત કંઈક વધુ હશે...

કબુલ આ દિવાનિયત કંઈક વધુ હશે; બસ આમ પડ્યાં છીએ..  તું મળ્યાં પછી આ દિલને કંઈજ નાં જોઈએ.

મુગ્ધાવસ્થા એટલે શું ?



મુગ્ધાવસ્થા એટલે શું ?
કંઈ નહિં "આ".

આ પ્રગાઢ સાનિધ્ય..


આ પ્રગાઢ સાનિધ્ય... આત્મીયતાનો ઊંડો અહેસાસ... હે ચર્મ ચક્ષુઓ ! તમારું હવે કામ જ શું છે ?

આમ બંધ થઈ જતાં નયન..


આમ બંધ થઈ જતાં નયન.. એક ઊંડો શ્વાસ લઉં.. તને રોમ રોમમાં ભરી લઉં.

અસ્તિત્વ તો બહાનું છે...


ઓ પ્રિયતમ ! અસ્તિત્વ તો બહાનું છે તારી યાદનું નહિતર મારા શ્વાસમાં તારી સુગંધ ક્યાંથી મહેકે ?

તારું હોવાપણું જ મારું અસ્તિત્વ છે.


આમ બંધ થઈ જતાં નયન...
ઓ પ્રિયતમ ! તારું હોવાપણું જ મારું અસ્તિત્વ છે.

પ્રણયનું આ પરિણામ કેવું...


પ્રણયનું આ પરિણામ કેવું કે તૃપ્ત થઈ ગયાં અમે. ઝાંઝવા પાછળ દોડતું જગત ને અમે કહેતાં બધું મળી ગયું અમને.

ઈન્તજાર પ્રણયમાં પ્રિયતમ !


ઈન્તજાર પ્રણયમાં પ્રિયતમ ! એટલો પણ સારો નહીં.. એ ગોરંભાયેલું આકાશ ક્યારે વરસી પડે નક્કી નહીં.

તું યાદ આવે ને ધડ ધડ અશ્રુઓ..


તું યાદ આવે ને ધડ ધડ અશ્રુઓ વહી નીકળે.. જે વહી રહ્યું છે એ પ્રેમ છે ને જે વ્યક્ત થાય છે એ પ્રણય છે.

એ વહી નીકળતાં આમ જ...


એ વહી નીકળતાં આમ જ. નયન હો કે અધર.. કોણ કહે છે મૌનને શબ્દો નથી હોતાં !

તારાં સાનિધ્યનીં એક ક્ષણ...


તારાં સાનિધ્યની એક ક્ષણ પણ પળભર મળે જો પ્રિયતમ ! તો તેમાં જ ડૂબી જાઉં...આ જગત આખ્ખાનું સામ્રાજ્ય બાપુ ! તારે જેને આપવું હોય તેને આપ !

તારી સન્મુખ આવ્યો ને આંખમાંથી...



તારી સન્મુખ આવ્યો ને આંખમાંથી અશ્રુધારાઓ વહી નીકળી...તારી પાસે શું માંગું હું નાથ ! તું, હું, ને આ સાનિધ્ય...હવે જગત છોને વિસ્મૃત થાય !

એટલો તો હક્ક છે પ્રિયતમ મારો...


એટલો તો હક્ક છે પ્રિયતમ મારો કે પાંચ શબ્દોય સંભળાવી દઉં. વાણી બનીને જરૂર પડ્યે બે અશ્રુઓ વહાવી લઉં ! 

શી મજાલ છે ઓ પ્રિયતમ...


શી મજાલ છે ઓ પ્રિયતમ ! કે તારી ઈચ્છા વગર આંસુનું એક ટીપું જો ટપકે ! તારાં સાંનિધ્યમાં સુખનું તો વિરહમાં દુખનું તો તેને ઋદય બનાવે છે !

ઢાંકપીછોડો શું કરીએ પ્રણયનો પ્રિયતમ !


ઢાંકપીછોડો શું કરીએ પ્રણયનો પ્રિયતમ ! ચહેરો છુપાવીએ, આ શ્વાંસ ની મહેકનું શું કરીએ ?

તેની કાજે હૈયું ઝરી જાય મારું...


તેની કાજે હૈયું ઝરી જાય મારું;
છો ને તે યાદ જ હોય...
પ્રેમમાં કંઈ સન્મુખ હોવું એવી શરત નથી હોતી !

ઓ પ્રિયતમ ! તારા પ્રેમમાં ગળાડૂબ છીએ...


ઓ પ્રિયતમ ! તારા પ્રેમમાં ગળાડૂબ છીએ તેની શિ ખાતરી ?
આ અશ્રુધારાઓ બીજું શું ?

ઓ હવા ! મારા પ્રિયતમના પ્રગાઢ...


ઓ હવા ! મારા પ્રિયતમના પ્રગાઢ સાનિધ્યની ઉષ્મા, તેનાં ચૈતન્યની ફોરમ, તેના મૃદુ સ્પર્શનો અહેસાસ તથા તે મારો જ હોવાનો સંતોષ લીધા વગર જો તું શ્વાસ બનીને આવે તો પણ બીજે જજે. મારા શરીરનાં દ્વાર તારી માટે બંધ છે.

એમ ઝૂરી ઝૂરી ને કંઈ થાય નહીં પ્રણય !


એમ ઝૂરી ઝૂરી ને કંઈ થાય નહીં પ્રણય ! જરા નજાકતથી હૈયાને ઉપર ઉઠાવવું પડે !

પ્રત્યક્ષ પ્રમાણને પુરાવાની..


આમ બંધ થઈ જતાં નયન.. પ્રત્યક્ષ પ્રમાણને પુરાવાની જરૂર જ ક્યાં છે ?