Showing posts with label આકાશ તો જબરું ગોરંભાયું.... Show all posts
Showing posts with label આકાશ તો જબરું ગોરંભાયું.... Show all posts

આકાશ તો જબરું ગોરંભાયું...

આકાશ તો જબરું ગોરંભાયું. થયું હમણા આ કાળાડીબાંગ વાદળો તૂટી પડશે ! બારે મેઘ ખાંગા થશે ! અચાનક ક્યાંકથી પવન ફૂટી નીકળ્યો. હજુતો એક બે બુંદ વરસી ન વરસી ને આકાશ ચોખ્ખું થઇ ગયું.
"ઓ વાદળોને તાણી જતા નિર્દયી પવન અમારા નિસાસા તો પાછા આપતો જા..." ખેડૂતે કહ્યું !