November 08, 2009

તું દ્વાર તો ઊઘાડ !

વહેલી પરોઢિયે દ્વાર પર તારાં હું જ ઊભો છું ઓ પ્રિય ! તું દ્વાર તો ઊઘાડ !

હજુ તો બાળકની આંખ નીંદર ઘેરી છે. રાતનાં ચોકીદાર શ્વાન હજુ ઘોરે છે. ક્યાં જાગ્યો છે મંદિરનો દેવતા પણ... હજુ તો કુકડાએ પણ છડી ક્યાં પોકારી છે ? 

એક વાર અંદરથી પૂછ તો ખરો...

"તમે કોણ છો ભાઈ ?"

હું તરસુ છું તને જ પામવા ખરેખર અને તારી જ માટે, તારા જ દ્વારે યુગોથી હું આવું છું. મારો ધીમો પગરવ તને સંભળાય છે ?

મને જ પામવા આમ રઘવાયો રાતદીન તું ભટકે છે ! 

વહેલી પરોઢિયે દ્વાર પર તારા હું જ ઊભો છું ઓ પ્રિય ! તું દ્વાર તો ઊઘાડ ! 

હું જ છું એ ઊષા નું પહેલું કિરણ... તું મને ક્યાં ઓળખે છે ? ધકધક કરતો, પ્રતિપળ ગુંજતો ઘંટારવ એ હું છું. તારી મહીં તારાં જ સ્વરુપને એકવાર અંદરથી પૂછ તો ખરો...

"તમે કોણ છો ભાઈ ?"

આજે પરમ ચૈતન્ય દ્વાર પર તારા પ્રવેશવા તારી જ રાહ જુએ છે...

બસ તું દ્વાર ઊઘાડ.

બસ તું દ્વાર ઊઘાડ.

No comments:

Post a Comment