મારું અસ્તિત્વ એજ મારી અપૂર્ણતા છે પ્રિયતમ ! તારા પ્રેમના જેઓ અધિકારી થયા હતાં, તેઓ પોતાની પાત્રતાની રાહ જોવા રોકાયા હશે? તેઓ તો બસ ડૂબી જ ગયા હશે તારા પ્રેમમાં. અને આગળ વધ્યા હશે.
એમ જોઈએ તો તારાં સિવાય અહીં પૂર્ણ કોણ છે? પૂર્ણતાનો મારો ખ્યાલ જ અપૂર્ણ છે. ખરેખર પૂર્ણતા કોને કહેવાય તે કોણ જાણે છે ? અને જેને હું પૂર્ણ ધારતો હોઉં તેનામાં પણ કેટલીય અપૂર્ણતા નહીં હોય તેની ક્યાં ખબર છે ? ને આ મારી અપૂર્ણતા પણ તારું જ સર્જન નથી શું ? આખરે તો અપૂર્ણ ને પૂર્ણ કરનારો પણ તું જ છે ને ? એટલે પાત્રતા કે પૂર્ણતાની રાહ જોયા વગર મને તારામાં ડૂબી જવા દે.. તારામાં વિલીન થઈ ગયા પછી મારી અપૂર્ણતા છો એકલી એકલી ભટકે !
No comments:
Post a Comment