આજે દિપોત્સવી હતી...

આજે દિપોત્સવી હતી. મહેલનાં કાંગરેકાંગરે રૂપાના દિવડાઓની હારમાળા હતી. મહારાણીના ચોકમાં ફૂલડાની રંગોળી હતી. નિયમાનુસાર સૌ પોતપોતાના ઘરેથી એક એક દિપક રાજસેવામાં ધરવા લાવ્યું હતું. સેંકડો દિપકોથી ચોક અદભુત શણગારાયો હતો. બરાબર વચ્ચે હિરાજડીત સુવર્ણમય રાજદિપક ઝળહળતો હતો.
"ઓ કન્યા ! તું તારું આ તૂચ્છ માટીનું કોડીયું પાછું લઇને આમ ક્યાં ચાલી?"
"આ મારા પ્રભુનો દિપક છે રાજન ! આના વગર તેણે અંધારાંમાં રહેવું પડશે." 

હથેળીથી દિપકને ઢાંકી કન્યા દિપકને લઈ ઝુંપડીએ પરત આવી. દ્વાર ઉઘાડી જેવો તારા ચરણોમાં દિપક મૂક્યો કે તારો મલકતો ચહેરો ઝળહળી ઊઠ્યો !
દિવડા તો રાજમહેલમાં હતા, પરંતુ પ્રકાશ અહીં ઝુંપડીમાં ફેલાયો હતો ! ને બાળા સંતોષથી ઝળહળતા કોડીયાને નિહાળી રહી.

 

No comments:

Post a Comment