અમે ખાડો ખોદ્યો, માટી વાળી, ખાતર નાખ્યું, પાણી સિંચ્યું, કાંટાની વાડ કરી..અરે બધું જ કર્યું ! છતાં વ્રુક્ષ ન ઊગ્યું તે ન જ ઊગ્યું ! ન છૂટકે અમે તારે શરણ ગયાં. "ઓ પ્રિય ! તેં બધું જ કર્યું પરંતુ વ્રુક્ષનું બીજ ક્યાં ?"
બસ, આવા
જ અમે તને પામવાનાં પણ ફાંફાં મારીએ છીએ. ભજન, કિર્તન, વ્રત, ઉપવાસ બાપરે ! શું શું નથી કરતાં ? અને તું પૂછે છે કે "બીજ ક્યાં ?"
અરેરે ! જીવંત સદગુરુ વગર અમારામાં બીજ કોણ રોપે ?
No comments:
Post a Comment