તારાં મિલનની તડપમાં

ઓ પ્રિયતમ ! તારાં મિલનની તડપમાં જીવનની ઈચ્છા સુધ્ધા હોમાઈ ગઈ ! હવે અસ્તિત્વનું ભાન જ કોને છે ? જ્યારે લીન તારાંમાં જ થઈ ગયાં ત્યારે અસ્તિત્વ કોનું અને કેવું ? આ નશ્વર દેહ ? એ હાલતાં ચાલતાં પુતળા ને તમે જીવંત ગણો છો ? 
ઓ પ્રિયતમ ! તારાંમાં એકાકાર થઈ ગયાં પછી જીવન કોનું અને જીવંત કોણ ? અરે ! આજ તો છે ઈચ્છામૃત્યુ ! આજ તો છે મોક્ષ ! ને આજ તો છે જીવંત સમાધિ ! એક દેહધારી ની સંપૂર્ણ જીવન્મુક્ત અવસ્થા ! શું આને જ જીવન કહે છે ? ખરું જીવન ?  

No comments:

Post a Comment