તમે પુછોછો ઔલોકિક આનંદનો શાશ્વત પ્રવાહ ક્યાં વહે છે ? અરે ! જ્યારે તમે અહીં આવ્યા રુદન સાથે તે ક્ષણે જ તો તે ફૂટી પડેલો ! તમારાં જીવનનાં પ્રારંભથી અત્યાર સુધી તેનું જ તો ન્રૂત્ય ચાલી રહ્યું છે ! શું તમને તેનાં નૂપૂરોનો રણકાર નથી સંભળાતો ? પારણામાં મધરાતે ઝબકીને જાગતા તમને થાબડીને જે સુવાડતુ હતું ત્યારે અનૂભવાતો આનંદપ્રવાહ શું ઔલોકિક નહોતો ! ગામને ગોંદરે આમળીપીપળી, થપ્પો કે પકડાપકડી રમતા અનૂભવાતો આનંદપ્રવાહ આજ તો હતો ! શાળા છૂટવાના ડંકાઓમાં તે જ તો રણઝણતો હતો ! ભૂલી ગયાં ! માશૂકોના ગાલની લાલી મહિં લાલી બનીને તેજ તો ઝળક્યો હતો ! પ્યારી દિલદારાના પગની પાનીઓએ મહેંદીનો રંગ બની તેજ તો ખીલ્યો હતો ! શું તમારાં જીવનનાં અંત સાથે એનો પણ અંત થઇ જશે ? નહિ. એક વાર ફરી કોઈનું રુદન તમારાં ઘરમાં ગુંજી ઊઠશે અને ફરી ફૂટી પડશે એ ઔલોકિક શાશ્વત આનંદનો ચૈતન્ય પ્રવાહ...નૂતન જીવનની દિવ્ય સૌરભ સાથે.
No comments:
Post a Comment