અરે ! તેં જ મને તારી બંસરી આપી.
અરે ! તેં જ મને તારી બંસરી આપી. હું ભોળો વિસ્મય પામી તારા આ દિવ્ય વાદ્યને નિહાળી રહ્યો ! જેઓના જીવન છેક જ આવાં નિખાલસ ને ખાલીખમ હોતા હશે તેમાંથી જ તારું સંગીત વહી નિકળતુ હશે નહિ ? તારી મ્રૂદુ આંગળીઓનો સ્પર્શ પામ્યા પછી તેમાં જીવન બાકી રહે ખરું ? તારામાં જ ભળી ન જાય ? બંસરીને કાણાં તેથી જ પડ્યા હશે નહિ ! ને તારા અધરોનો સ્પર્શ પામ્યા પછી જીવન સંગીત બજી ન ઊઠે તો જ નવાઈ ! મારા માંથી પણ તારું સંગીત જરૂર વહે...પણ તે માટે મારે પણ આવા નિખાલસ ને ખાલીખમ બનવું રહ્યું. શું મારો અહંકાર મને તેમ કરવા દે ખરો ?
No comments:
Post a Comment