કાલે રાસોત્સવ છે. આવવામાં સહેજ મોડું થશે...

"કાલે રાસોત્સવ છે. આવવામાં સહેજ મોડું થશે." તેં જવા માટે ઉઠતાં કહ્યું. "સારું." મેં કહ્યું. "અરે ! આ બારી તો સહેજ ખુલ્લી રાખ !" કહિ તું મારી બંધ બારીને જાતેજ ખોલવા લાગ્યો. "આ બારણું તો ખુલ્લુ છે." હું બબડ્યો. બારીમાંથી ઠંડો પવન આવવા લાગ્યો. "જો મોડું થઈ જાય ને અંદર ન અવાય તો આ બારીમાંથી અંદર ડોકિયું કરતો જઈશ." તું પ્રેમથી મલકયો. "સારું." કહિ મેં તેને વિદાય આપી. તમે જ કહો...આવો પ્રિયતમ ક્યાંય મળે ખરો ? 

No comments:

Post a Comment