મારી પાસેય તારી એકાદ રૂપકડી મૂર્તિ હોય તો કેવું સારું...

મારી પાસેય તારી એકાદ રૂપકડી મૂર્તિ હોય તો કેવું સારું ? નેં તું આવ્યો ત્યારે મેં તારી પાસે મૂર્તિ માંગી.
"ત્યાં જઈને લઈ લે." કહી તે બારી બહાર દેખાતાં પર્વત તરફ ઈશારો કર્યો.
આખોય પર્વત ખૂંદી નાંખી "મૂર્તિ ક્યાંય નથી..." કહી હું હાંફતાં હાંફતાં ઊભો રહ્યો !
"અરે !" કહી તું મોહક સ્મિત કરતો મારી સાથે ચાલ્યો.
મને કહે "મૂર્તિ ક્યાં નથી ?"
"ક્યાં છે ?" મેં ફરી ચીસ પાડી.
તેણે એક શિલા પાસે બેસી ચાંદીની હથોડી ને સોનાનાં ટાંકણાથી શિલા ને કંડારવા માંડી.
તું  કંડારતો ગયો ને મૂર્તિ પ્રગટ થવા લાગી !
મૂર્તિઓ તો બધે જ હતી ! 

No comments:

Post a Comment