મેં દ્વારે તોરણ બાંધ્યાં...

મેં દ્વારે તોરણ બાંધ્યાં. ઢોલિયાને ઝાપટી વ્યવસ્થિત ગોઠવ્યો. ઝૂંપડીનાં એક એક ખુણાંને વાળીઝુડી સ્વચ્છ કરી નાંખ્યો. દિવડાંને માંજીને ટોકરી ચકચકિત કરી નાંખ્યાં. આંગણાંમાં સુંદર રંગોળી કરી. છાબ ભરીને ફળને તાજાં પુષ્પો તૈયાર રાખ્યાં...આજે તું સજોડે પધારવાનો હતો ! લક્ષ્મીનારાયણને શી રીતે આવકારીશ ? ક્યાં આસન આપીશ ? હું રોમાંચિત થઈ ઊઠ્યો. એટલામાં દ્વાર ખખડ્યું ને હું હાથમાં માળા લઈને તૈયાર હતો. પરંતુ...પરંતુ તું એકલો જ હતો ! "કેમ એકલો ?" હું ઝંખવાણો પડી ગયો ! "હું અર્ધનારીનટેશ્વર છું ભોળા !" કહિ તેં ઢોલિયામાં જગ્યા લીધી. 

No comments:

Post a Comment