એ મારો કેવળ અહંકાર જ છે...

ઓ પ્રિયતમ ! એ મારો કેવળ અહંકાર જ છે હો કે મને મારાંમાં "હું" ને તારાંમાં "તું" દેખાય છે. એલા ! આપણે પળવાર માટે "હું" ને "તું" મટી જઈને "આપણે" ન બની શકીયે ? એ મારી કેવી કરુણતા છે કે હું મારાંમાં તો "હું" ને માનું જ છું; પરંતુ તારામાં પણ "તું" ને માનું છું ! એલા ! મારો "હું" મોટો થઈને તારો "તું" ક્યારે બનશે ? તારા "તું" માં મારો "હું" હું ક્યારે નિહાળીશ ? 

No comments:

Post a Comment