April 30, 2014

ધોમ ધખતા તાપમાં જ્યારે...

ધોમ ધખતા તાપમાં જ્યારે પગ મારાં દાઝતાં હતાં , બનીને વૃક્ષનીં શીતળ છાંયા ઓ પ્રિયતમ ! તું જ તો ઊભો હતો ! કડકડતી ઠંડીમાં જ્યારે અંગેઅંગ મારું ધ્રૂજતું હતું , બનીને તાપણું મને ગરમી આપવા તું જ તો ત્યારે પ્રગટ્યો હતો ! ધોધમાર વરસાદમાં હું અંગેઅંગ નીતરતો હતો , બનીને ઓથ કો અજ્ઞાત દિવાલની તું જ તો આશરો બન્યો હતો ! ઓ પ્રિયતમ ! તું મૂર્તિ બનીને જ પ્રગટ થા એવો મારો જરાય આગ્રહ નથી હો !

No comments:

Post a Comment