મેં પત્થરની અનુપમ મૂર્તિ કંડારી...


મેં પત્થરની અનુપમ મૂર્તિ કંડારી. મારાં જીવંત સદગુરુ પાસે તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરાવી. મૂર્તિ તો હંસી ઊઠી. ને લોક ચૈતન્યનો ખજાનો લૂટવા લાગ્યાં
"મારું શું મારા નાથ ! મને તો તું હજુ ક્યાં મળ્યો છે ?  
મેં એકાંતમાં તેને ફરિયાદ કરી. ને હું રડી પડ્યો
"પત્થરને નહીં સ્વયંને કંડાર... 
ને પ્રાણપ્રતિષ્ઠા નહીં આત્મપ્રતિષ્ઠા કર." તેણે જવાબ આપ્યો.

No comments:

Post a Comment