નાનું બાળક દરિયાની રેતીમાં...

નાનું બાળક દરિયાની રેતીમાં તેનાં કોમળ પગલાંઓ પાડે છે. ને દરિયો તેનાં મોજાઓનાં ફિણથી હળવેકથી ઊંચકી તેને પેટાળમાં લઈ જાય છે. પગલાંઓતો તેનેય ખુબજ ગમે છે. નાનું બાળક રેતીમાંથી નાંનાં નાંનાં છિંપલાંઓ વીણે છે. ને ઘરે લઈ આવે છે. દરિયાનાં આજ તો પગલાંઓ છે ! પગલાંઓતો તેને પણ ખુબજ ગમે છે !

1 comment: