મૌનનું માધુર્ય મને માણવા દે...

ઓ પ્રિયતમ! મૌનનું માધુર્ય મને માણવા દે
સૂર, તાલ, લયની જંજટમાં મારે ક્યાં પડવું ? મને તો ગણગણવા દે એક મધુરું ગાન... 
ઝરણું ક્યારેય ક્યાં ગાય છે ? બસ ગણગણ્યા જ કરે છે ને 
પેલો એકધારો ઘોષ કરતો દરિયોય ક્યાં ગાય છે 
ગુંજન કરતા ભ્રમર પાસે ક્યાં શબ્દો છે ? ને છતાં કોણ કહે છે ત્યાં સંગીત નથી હોતું 
મુશળધાર વરસતો મેહુલીયો શું નિ:શબ્દ હોય છે 
સુસવાટા મારતો સમીર પણ સંગીત ક્યાં નથી વહાવતો ?
અરે ! એકવાર એકાંતમાં બેસીને માણીતો જુઓ આ હ્રદય વીણાના ઝંકારને ? નિ:શબ્દ બનીને પ્રગટી રહેલો આ નાદ અનાહત બનીને ચરાચરમાં ગુંજી રહ્યો છે.   

No comments:

Post a Comment