તારાં વિરહની વેદનામાં...

ઓ નિર્દયી પ્રિયતમ ! તારાં વિરહની વેદનામાં એક દિ મીરાં પણ રડી હશે ! નહીંતર ન થાય આવી અમર રચનાઓ...એ અશ્રુ જ શબ્દો બનીને ટપક્યાં હશે. લખવું તો તેને ય ઘણું હતું. પરંતુ શબ્દોની અછત રહી હશે ! અશ્રુ લીન બન્યાં જ્યારે મૌનમાં ત્યારે જ શબ્દો બનીને ટપક્યાં હશે... અમે શું સમજીયે શબ્દોનાં ભાવને ? તે સમજવા તો વિરહની વેદનાં સમજવી પડે ! ક્યાંથી લાવીયે એવી સમજણ ? તે સમજવા તો એકવાર મીરાં બનીને તારાં પ્રેમમાં ઝૂરવું પડે ! 

No comments:

Post a Comment