વિષ્વચેતનાનાં શાશ્વત પ્રવાહ સ્વરુપે...

ઓ પ્રિયતમ ! વિષ્વચેતનાનાં શાશ્વત પ્રવાહ સ્વરુપે તારા દિવ્ય અસ્તિત્વને હું અનુભવી રહ્યો છું. 
અગમ અગોચર ગેબિ મારી આ સ્વપ્નમયી સૃષ્ટિમાં ઓ મારા પ્રિયતમ ! તારો અભિનય મારો તો અહેસાસ છે !
આ અનંત જીવનનાં રંગમંચ પર ભજવાતા નાટકનો નાયક ભલેને તું રહ્યો; કણકણમાં વ્યાપ્ત તારું દિવ્યત્વ તારી અસલિયતને ક્યાં ઢાંકવા જ દે છે ? 
બસ, હવે તો આ ભવ્ય નાટકમાં નાનકડો કિરદાર લઈને હુંય આવી જ ગયો છું. 
તને પામવા જો રંગભુમિ જ હો અંતિમ મુકામ; તો મનેય મારો અભિનય મંજૂર છે હો નાથ ! 
જગતનાં ભોળાં લોકો ભલે આ મહાનાટકને પણ માણીલે !

No comments:

Post a Comment