April 16, 2014

કોઈ ઊછળતું કૂદતું ગાય છે...

કોઈ ઊછળતું કૂદતું ગાય છે ! તો કોઈ કિનારે ઘૂઘવાય છે ! કોઈ ટમટમે છે રાતભર ! તો કોઈ રાત આખી રેલાય છે ! કોઈ કરતું ઊડાઊડ ! તો કોઈ ખીલીને કરમાય છે ! કોઈ ઝબૂકિ જતું પલભર ! તો કોઈ આમજ વરસી જાય છે ! 
કોઈ કુંજતું, કોઈ ગહેકતું, કોઈ ગર્જતું, કોઈ ટહુકતું, કોઈ પ્રગટતું, કોઈ રણકતું, તો કોઈ નજરો ઢાળી જાય છે...
ઓ પ્રિયતમ ! આ તો સૌનાં પ્રેમની ભાષા છે અલગ અલગ...જોને કેવાં દિવાનાં છે સૌ તારાં જ પ્રેમમાં !

No comments:

Post a Comment