લો કોઈ ટપકી રહ્યું છે...

લો કોઈ ટપકી રહ્યું છે !
લો કોઈ ટહુકી  રહ્યું છે !
લો કોઈ ગરજી રહ્યું છે !
લો કોઈ ઝબુકી રહ્યું છે !
લો કોઈ વરસી રહ્યું છે !
લો કોઈ પલળી રહ્યું છે !
લો કોઈ મહેકી  રહ્યું છે !
ને છતાં એ દીલેનાદાન !
તું રહ્યું કોરુ કટ્ટ !
કે હજુય તું તરસી રહ્યું છે !  

No comments:

Post a Comment