નિજાનંદનો ઘુંટ ભરીને તારી મસ્તીને મેં પીધી છે...

નિજાનંદનો ઘુંટ ભરીને
તારી મસ્તીને મેં પીધી છે !
હવે પડી રહેવા દે ઓ દુનિયા મને
બદનામ થવાની ફુરસદ નથી !
લો, ફરી લો કહીને આમ અચાનક
પ્યાલી કોણે ઢોળી છે !
હવે ક્યાં છે હોંશ ઓ પ્રિયતમ મારાં !
તું કેવો અનાડી છે !
છે તું, છું હું; આ કલમ હવે તો લથડી છે !
તારાં જ નામની મસ્તિ મહીં
આ દુનિયાને મેં ઘોળી છે !

No comments:

Post a Comment