રાત્રે મૂર્તિમાંથી જો તું બહાર આવે અને ત્યારે...

રાત્રે મૂર્તિમાંથી જો તું બહાર આવે અને ત્યારે જો હું નિંદ્રાધિન હોઊં તો ઓ પ્રિયતમ ! તું મને ઊઠાડીશ નહિં. આ દિપકમાં થોડું તેલ પુરી, જોઈએ તો થોડો પ્રસાદ લઈ પાછો મૂર્તિમાં સમાઈ જજે. હું ને આ દિપક યુગોથી તારાંજ સાનિધ્યમાં આખી રાત જાગ્યા કરીએ છીએ ! 

No comments:

Post a Comment