January 06, 2011

કોઇએ રત્ન ભંડારો માંગ્યા...

કોઇએ રત્ન ભંડારો માંગ્યા, કોઇએ મહેલને મિનારા માંગ્યા, કોઇએ પુત્ર તો ભરથાર માંગ્યા તો કોઇએ માલખજાના માંગ્યા...જગતનો નાથ પ્રગટ થયો હતો. જે માંગે તે મળે તેમ હતું ! કોઇએ ચિરંજીવ આયુષ્ય તો કોઇએ કુબેર ભંડારો માંગ્યા
"તને શું આપું ?" તેં પૂછ્યું
"તારી કરુણા આપ !" મેં કહ્યું
"તે તો છે જ. બીજું કંઈ ?" તેં આગ્રહ કર્યો
"તારું મોહક સ્મિત આપ." 
"હવે માંગને બાપુ !" તેં મોહક સ્મિત રેલાવ્યું.  
થોડીવાર તેને ટટળાવ્યા પછી મેં કહ્યું
"ઓ પ્રિયતમ ! આપવું જ હોય તો તારું અખંડ સાનિધ્ય આપ !" 
ને મારી આંખમાં કયાંકથી આવી ચડેલાં અશ્રુઓએ તેને અદ્રષ્ય બનાવ્યો ! થોડીવારમાં અચાનક ઝૂંપડીની બારી સહેજ ખૂલી...અને મારી આખ્ખિ ઝૂંપડીમાં ચંદનની સુગંધ જ સુગંધ ફેલાઈ ગઈ !

No comments:

Post a Comment