ભડભડતા ઉનાળામાં જ્યારે અંગેઅંગ દાઝતું હોય ત્યારે...

ભડભડતા ઉનાળામાં જ્યારે અંગેઅંગ દાઝતું હોય ત્યારે કોઈ ઘટાદાર વૃક્ષ તેની શીતળ છાયામાં તમને શીતળતાથી ભરી દે છે. કડકડતી ઠંડીમાં જ્યારે અંગેઅંગ થરથર ધ્રુજતું હોય ત્યારે એક નાનકડું તાપણું તેની ગરમીથી તમને ઊર્જા આપવા મથી રહે છે. જળમાં તરબોળ એવા તમને કોઈ અજ્ઞાત દીવાલ ઓથ આપીને ઉભી રહે છે. ઓ માનવ ! સૌને પ્રેમ કરવો એ કંઈ તારો એકલાનો ઈજારો નથી !

No comments:

Post a Comment