શબ્દો તમે એકાંતમાં તો હૈયું ખોલો...

શબ્દો તમે એકાંતમાં તો હૈયું ખોલો !
એક અહેસાસ છે મારો પ્રિયતમ !
તેનેય તમે શબ્દોથી કાં તોળો ?
તમે શું જાણો વિરહની વેદનાં !
નહીંતર તેનાં તરફી ના બોલો !
અધરામૃતનું પાન કરવા
તમે જ છાનામાના ગ્યાતા !
ભૂલી જઈ સાનભાન તમારું !
બંસીનાં સૂર બનીને વહ્યાંતાં !
એકવાર ખોલી નાંખો હૈયું તમારું
આમ અશ્રુ બનીને કાં ટપકો ?
શબ્દો તમે એકાંતમાં તો કંઈ બોલો !

No comments:

Post a Comment