ઓ સમુદ્ર ! તમારી ગહનતાનું કોઈતો રહસ્ય જણાવો...

ઓ સમુદ્ર ! તમારી ગહનતાનું કોઈતો રહસ્ય જણાવો ? ઓ મોજાઓ ! તમારી વિકરાળતાનું કોઈતો રહસ્ય જણાવો ? ઓ કિનારાઓ ! તમારાં ઘોષનું કોઈ તો રહસ્ય જણાવો ? કિનારાઓએ મોજાઓ તરફ ઈશારો કર્યો. મોજાઓએ સમુદ્રનીં ગહનતા તરફ ઈશારો કર્યો. ગહન સમુદ્રમાં એક રુપેરી માછલી મંદમંદ સ્મિત ફરકાવતી સરકી ગઈ ને મારી માટે એક સિંપ ઊચકિને બહાર લાવી ! શું હશે આ રહસ્ય ? ધડકતા ઋદયે મેં સિંપને સહેજ ખોલીને જોઈ... બાપરે ! સિંપમાં એક સુંદર મોતિ છુપાયેલું હતું અને મોતિમાં ? આખ્ખો દરિયો ઘુઘવતો હતો ! ઓ પ્રિયતમ ! શું આનેજ તું અશ્રુમોતિ કહે છે ?

No comments:

Post a Comment