નદી સાગરને મળવા ચાલી...

નદી સાગરને મળવા ચાલી. સાગર બનવા. એક લાકડુંય લલચાણું ને તે પણ તણાયું સાગર બનવા. નદી સાગરને મળીને અસ્તિત્વ જ ખોઈ બેઠી. અને તે જ પળે તે સાગર બની ગઈ. લાકડું તો અક્કડ હતું. તે ઉપર ઉપર જ તરતું રહ્યું. એક વિશાળ મોજાંએ તેને કિનારે ધકેલી દીધું. હજુ તે લાકડું જ છે...સાગર ન બન્યું તે ન જ બન્યું ! તે પોતાનું અસ્તિત્વ ખોવા તૈયાર નહોતુ ! કહે છે પ્રેમમાં અસ્તિત્વ ખોવાની પુર્વશરત જોડાયેલી છે !

No comments:

Post a Comment