સૌંદર્યની સુંદરતાનો નજારો શું કહીએ.

સૌંદર્યની સુંદરતાનો નજારો શું કહીએ. આમ તો કોરુંધાકોટ હતું આકાશ. ને અચાનક વાદળોમાં ધમાચકડી મચી ગઈ. ગડગડાટી સાંભળી હું ય બહાર દોડ્યો. જોયું તો રુમઝુમ પગલે તેઓ જ તો બહાર નીકળ્યા હતાં! ને ઓળઘોળ થયેલા મેઘરાજાને નિહાળી મેં કહ્યું..."એય લુચ્ચાં!" ને વાદળોની વચ્ચે લપાતોછુપાતો રવિકિરણોનાં શરમશેરડા પાડતો મેઘોય લજવાઇ રહ્યો! 
સૌને ભીંજવનારો આજે જાતે પલળી ગયો હતો!    

No comments:

Post a Comment