રચના 175

"તેણે" લખાવ્યું ને "અમે" લખ્યું.
ને નીચે અમારું રૂપકડું નામ પણ ટપકાવ્યું !
જાણે અમે જ ના લખ્યું હોય !
એક દિવસ "કોઈ" આવ્યું ને અમારું નામ ભુસીં પોતાનું લખી નાખ્યું !
અમે ગુસ્સે થયાં, મુઠ્ઠીઓ વાળી,દાંત કચકચાવ્યાં,
ડોળા ફાડ્યાં ને લાકડી લઈને દોડ્યાં !
"તેણે" લખાવ્યું ને "અમે" લખ્યું.
ને નીચે અમારું રૂપકડું નામ પણ ટપકાવ્યું !
જાણે અમે જ ના લખ્યું હોય !
"તેઓ" છતાં મલકાતાં જ રહ્યાં !
"કોઈ" ની શું ફરિયાદ કરીયે !

અમે પણ તો તેમ જ કર્યું ! 

No comments:

Post a Comment