હમણાં જ ઊગેલા સૂરજે મૂગ્ધા ઊષાને

હમણાં જ ઊગેલા સૂરજે મૂગ્ધા ઊષાને કાનમાં કંઇક કહ્યું. સુકુમાર ગુલાબની પાંદડી પર બાઝેલું ઝાકળબિંદુ મંદ મંદ મલકાતું પાંદડીથી પાંદડા પર સર્યું. કોયલ કુંજી ઊઠી ને ગુલાબ શરમાઇ ગયું...જુઓ, પેલી ક્ષિતિજે પણ વાદળોનું ઓઢણું ઓઢ્યું ! સાચેજ, પ્રણય પળને પ્રેમ કરે છે. અને પળ અવસરની રાહ ક્યાં જુએ છે ? પરમાત્માનો પ્રકાશ જ્યારે ક્ષિતિજ પર છવાય છે. દ્રષ્ટાની દ્રષ્ટિમાં ત્યારે સૌંદર્ય છલકાય છે. કહે છે, આંખોવાળા પાસે દ્રષ્ટિ નથી હોતી અને દ્રષ્ટિવાળા આંખોથી ક્યાં જુવે છે ?

No comments:

Post a Comment