રચના 150

અલિ બંસિ, શ્રીક્રુષ્ણનાં અધરકમળને પામવા તો અમે પણ અંગે અંગ છેદાઈએ હોં !
કોણ બંસિ ? કેવી બંસિ ? 
અધર તેનાં, આંગળીઓ તેની, ટેરવાં તેનાં, સૂર તેનાં, મિઠાશ તેનીં, માધુર્ય તેનું, શબ્દ તેનાં, ભાવ તેનાં, ભંગિમાં તેનીં, ચેષ્ટાઓ તેની, તો સ્પર્ષ પણ તેનો, વાદન તેનું તો વાજીંત્ર પણ તેનું જ... હું તો ખાલી વાંસનો ટુકડો ! બસ,બસ...એલિ, મારી  કલમ !  આ ભગિનિ પાસેથી કંઈક તો શીખ ! કંઈક તો શીખ ! 

No comments:

Post a Comment