એક દિન અમેય જળની જંજીરથી પ્રેમને...

એક દિન અમેય જળની જંજીરથી પ્રેમને બાંધવા નીકળ્યા હતા.
ખરતા પીંછે પછડાતી બપોરે તડકાને મુઠ્ઠીમાં બાંધવા નીકળ્યા હતા.
વહેતા પવનને પીંજરે પુરીને વગડા વનમાળીને વાર્યો હતો.
શ્વાસોથી ભીંજાઈને શમણાના સાગરમાં ભવસાગર તરવા નીકળ્યા હતા.
શબ્દોની સૂરાને નયનોનાં જામ પી મૌનની કેડીએ નીકળ્યા હતા.

No comments:

Post a Comment