અમે જાણતાં હતાં કે પળભર પણ જો સાધુત્વ ગ્રહણ કરીશું તો જોગમાયા ઉદ્ધાર કરવા બધી જ લક્ષ્મણરેખાને તોડીને બહાર ધસી આવશે. તમે ઉદ્ધાર કરવા મજબૂર હતાં રામ ! અમે વિશ્વચેતનાને સાથે લઈ ગયાં હતાં !
તમે મને પ્રેમ કરો છો. તમને આવું લખાણ પણ કદાચ ગમે છે. કારણકે "પ્રેમ કરવો" એ તમારો સ્વભાવ છે. અને તેથી જ જ્યારે "પ્રતિભાવ" આપવાનો થાય છે ત્યારે તમે પ્રસંષા કરો છો. જે નથી ગમતું ત્યાં મૌન રહો છો. અને બીલકુલ નથી ગમતું તેને અવગણીને આગળ વધી જાઓ છો. તમારો પ્રતિભાવ તમારી લાગણીઓનો સાચો પડઘો ક્યાં છે ? તમારો નૂતન દ્રષ્ટિકોણ મને નવી દ્રષ્ટિ ન આપી શકે ? આપણે બન્ને સાથે મળીને કંઇક નવું ન સર્જી શકીએ ?
0 ટિપ્પણી(ઓ):
Post a Comment