રચના 126


ઓ પ્રિયતમ ! મારાં જીવનમાં દુઃખ ક્યાંથી હોય ? તારાં ખભે માથું ઢાળી હું જરૂર પડ્યે ધ્રૂસકે ધ્રૂસકે રડી લઉં છું. ને મને ગાઢ રીતે ભેટીને તું મારી પીઠ પર હાથ ફેરવતો ફેરવતો હીબકે ચડેલાં મને મૌન રહીને આશ્વાસે છે. ઓ પ્રિયતમ ! મારી ઝૂંપડીનું આ દ્રષ્ય જોતાં નથી લાગતું કે તારું સાનિધ્ય પામેલા દુઃખી નથી હોતાં !

No comments:

Post a Comment