હું તારી પૂજા કરું છું કે મારી...

હું તારી પૂજા કરું છું કે મારી ? તું તો અનંત ચૈતન્યનો પ્રવાહ છે...ચાલને માની લઉં કે દીપકમાં ઘી મેં પૂર્યું છે. અરે ! તેને પ્રજ્વલિત પણ મેં જ કર્યો...પરંતુ તે પ્રકાશિત કોનાથી થયો ? આ પ્રકાશ બનીને રેલાઈ રહ્યું છે તે કોણ ? અને છતાં મને કહે છે કે હું તારી આરતી ઉતારું છું ! કોણ કોની આરતી ઉતારે છે તે તો કહે ? 

No comments:

Post a Comment