ઓ પ્રિયતમ ! તું ક્યાં વસે છે...

"ઓ પ્રિયતમ ! તું ક્યાં વસે છે ?"
"અણું રેણું માં."
"એટલે ?"
"તારામાં જ બસ !" તું મલકીને બોલ્યો !
પરંતુ હું ગંભીર હતો.
મને ગંભીર જોઈ તેં ગંભીરતાથી જવાબ આપ્યો ;
"સકારાત્મક સામુહિકતામાં."
"એટલે ?" મેં બાઘા બનીને પૂછ્યું.
તેં ગિરિશિખર તરફ ઈશારો કરી કહ્યું "ત્યાં જા."
હું ઊપર ગયો.
ત્યાં લાખ્ખો પત્થરનાં કણ સામુહિકતામાં હતાં.
અપાર શાંતિ હતી.
દિવ્ય આહ્લાદકતા પ્રસરેલી હતી.
પ્રિયતમ પ્રગટ થયેલો હતો !

No comments:

Post a Comment